Showing posts with label Gujarati Blog. Show all posts
Showing posts with label Gujarati Blog. Show all posts

Wednesday, May 27, 2009

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં, પીડા વિરહ માં કત્લની,
એટલું સમજી શકો કે કેમ છે એ પ્રેમ છે.

‘તું નથી’ ની વાસ્તવિક્તા કષ્ટ દેતી બંધ થઈ,
શ્વાસમાં, ઉચ્છવાસ માં બસ, તું વહે એ પ્રેમ છે.

બાદબાકી તુજ ની, તારાં સ્પર્શ, યાદો, સાથની,
શેષ મારામાં પછી જે પણ બચે એ પ્રેમ છે.

શબ્દ થઈ મુજ શ્વાસ માં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.

રાત આખી બેકરારી થઈ મને ડંસતી રહે,
ને સવારે શબ્દ થઈ ચૂમે મને એ પ્રેમ છે.

-ડો.વિવેક મનહર ટેલર

ગઝલ- જાતુષ જોશી

આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી,
આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી.

કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે,
કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી.

આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.

આ ક્ષણો તો મસ્ત થઈને મોજથી ચાલ્યા કરે,
કાંઈ એ લેતી નથી ને કાંઈ પણ દેતી નથી.

હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.


જાતુષ જોશી

તમે આવશો તો ક્યારે ?

તમે આવશો તો ક્યારે ?

રોજ બધા આવી ને ગયાં પણ તમે ન આવ્યાં,
રોજ બધા મળી ને ગયા પણ તમે ન મળ્યાં.

રોજ તમે મારા સપના માં આવ્યા,
પણ મારી સમક્ષ ન આવ્યા.

રોજ તમે મારી યાદ માં આવ્યા;
પણ મારી સામે ન આવ્યા,

રોજ તમારી રાહ જોઊં છું,
પણ તમે ન આવ્યા,

રોજ એવી આશા રહે છે કે,
તમે મળવા આવશો,

તમે આવશો તો ક્યારે ?

રોજ એવી આશા રહે છે કે,
તમે મળશો તો, તમારી સાથે વાતચીત થશે,

રોજ તમને મળવા આ તરસતી નજર આમતેમ જુએ છે,
પણ પણ તમે આવશો તો કયારે, ક્યારે,ક્યારે,ક્યારે, ?

આવી જા આવનાર પછી ક્યારે આવશે,
હમણાં થશે સવાર પછી ક્યારે આવશે,

મસ્તક નમાવી પ્રાપ્ત કરી લે તુ ઉન્નતિ,
સન્મુખ સનમ નાં દ્વાર પછી કયારે આવશે,

હૈયા ની વાત લાવ આજે કહી જ દઉં,
સાનિધ્ય માં એ યાર પછી ક્યારે આવશે,

અંતિમ ભરું છું શ્વાસ હું તારા વિયોગ માં,
આવી જા એકવાર પછી ક્યારે આવશે.
આવ... આવ.. આવ....

પૈસો ...

પૈસો બધુ ખરીદી શકે સિવાય કે ખુશી ....

શ્રી ગણેશાય નમ:

ગણેશજી ના અંગો અને તેમની મહત્તા..


પ્રેરણાદાયી સુવાકયો

(1) Think big, think fast and think ahead.
Idea is monopoly of nobody. - Dhirubhai Ambani

મોટુ વિચારો ,ઝડપ થી વિચારો , દુરન્દેશી કેળવો .
વિચારો પર કોઈ નો એકાધિકાર નથી . - ધીરુભાઈ અંબાણી 22/06/2006

(2) In the middle of difficulty lies opportunity. - Albert Einstein

દરેક મુશ્કેલી મા એક તક રહેલી હોય છે . - આલ્બર્ટ આઈંસ્ટાઈન 23/06/2006

(3) “Courage doesn't always roar. Sometimes courage is the quiet voice at the end of the day saying, "I will try again tomorrow.” Mary Anne

હિમ્મત કાયમ મોટે થી બોલવામા નથી , કોઈક વાર હિમ્મત એ દિવસ ના અંતે નીકળેલો ધીમો અવાજ છે જે કહે છે "હુ કાલે ફરી કોશિશ કરીશ" - મેરી એન 26/08/2006

(4) "Bend, but do not break."
ઝુકો પણ તુટો નહી... આ વિચાર વાંસ ના ઝાડ પાસે થી શિખવા જેવો છે , તોફાનો ના સમય મા તે ઝુકે છે હાલે છે પણ તોફાનો શમતા જ ફરી થી ઉન્નત શિરે ઉભા થઈ જાય છે ..14/03/2007

(5) "Problems cannot be solved by the same level of thinking that created them."
— Albert Einstein
સમસ્યાઓ નુ નિરાકરણ એ જ વિચારધોરણ થી લાવી શકાય નહી જે વિચાર ધોરણે સમસ્યા ઉદભવી છે . - આલ્બર્ટ આઈસ્ટાઈન - 10/05/2007

(6) Falling down is not defeat...defeat is when your refuse to get up...
નીચે પડવુ એ કાઇ હાર નથી ..હાર એ છે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો... 09/07/2007

(7) Ship is always safe at shore... but is is not built for it
વહાણ દરિયા કિનારે હન્મેશા સલામત હોય છે , પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ ...આ વાક્ય જીવન મા જોખમો ખેડવાની સલાહ આપે છે , જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા નથી મળતી. 09/07/2007

સુવાક્યો

1. By postponing your goals , you will only get old. - Anonymous. 11/07/2006
ધ્યેય ને મોકુફ રાખવાથી તમે ફક્ત ઘરડા થશો , ધ્યેય પુરા નહી થાય , તેથી જ તો કહેવાય છે ને કે
"કલ કરે સો આજ કર આ જ કરે સો અબ" ( Do it now or Never )

સુવાકયો - સ્વપ્નો વિશે

1. A dream is just a dream. A goal is a dream with a plan and a deadline.
- (Harvey Mackay) 11/07/2006
સ્વપ્ન એ ફક્ત સ્વપ્ન જ છે , પણ ધ્યેય એ સમય અને સુયોજન સાથે નુ સ્વપ્ન છે .- હાર્વે મેકે .

2. Dream as if you'll live forever, live as if you'll die today.27/07/2006
સ્વપ્ન જુઓ તો એવા જુઓ કે તમે કાયમ માટે જીવવાના છો , જીવો તો એવા જીવો કે તમે આજે જ મરવાના છો.

3. Everyone is trying to accomplish something big, not realizing that life is made up of little things. 09/07/2007
બધાજ કાઈ ને કાઈ મોટુ મેળવવાની કોશિશ કરે છે પણ તેઓ ને ખબર નથી કે જિન્દગી એ નાની વસ્તુ ઓ થી જ સમ્પુર્ણ થાય છે .

4. Help others achieve their dreams and you will achieve yours. 09/07/2007
બીજાઓ ને તેઓ ના સપના સાકાર કરવા મા મદદ કરો ...અને તમે તમારા સપના સાકાર કરશો.
5. Dream is not what you see in sleep, dream is thing which doesnt let you sleep - Abdul kalam 09/07/2007
સ્વપ્ન એ નથી કે જે તમે ઉંઘ મા જુઓ છો , પણ સ્વપ્ન એ છે કે જે તમને ઉંઘવા ના દે. - અબ્દુલ કલામ

સુવાકયો - સફળતા

1. Success is the ability to go from one failure to another with no loss of enthusiasm. (Winston Churchill) 11/07/2006
સફળતા એટલે , એક નિષ્ફળતા થી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ. - વિંસ્ટ્ન ચર્ચિલ

2. Striving for success without hard work is like trying to harvest where you haven't planted” - David Bly 27/07/2006

3. “If A equals success, then the formula is A equals X plus Y and Z, with X being work, Y play, and Z keeping your mouth shut.” 27/07/2006

4. Self-trust is the first secret of success. 09/07/2007
આત્મ વિશ્વાસ એ સફળતા નુ પ્રથમ પગથીયુ છે .

5. Winning is a habit. Unfortunately, so is losing. 09/07/2007
સફળતા એ આદત છે પણ દુર્ભાગ્યે નિષ્ફળતા પણ.

સુવાક્યો મિત્રો વિશે...

1 . A real friend is one who walks in when the rest of the world walks out. - Walter Winchell

સાચો મિત્ર એ છે જે પડખે રહે છે બાકી ની દુનિયા વિરોધ કરે છે . - વોલ્ટર વિંચેલ . 26/08/2006

2. True friend stabs you in the front - Oscar Wilde

સાચો મિત્ર તમને સામે થી મારશે ( નહી કે કાયર દુશ્મન ની જેમ પીઠ પાછળ ઘા કરે) - ઓસ્કાર વાઈલ્ડ. 26/08/2006

એ હજુયે યાદ છે મને

એક વખત આપને દઈ દીધેલું દિલ, એ હજુયે યાદ છે મને
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, એ હજુયે યાદ છે મને

હતા તારા ચહેરા પરે બે ખિલ, એ હજુયે યાદ છે મને
ને લગાવતી હતી મારા પૈસે ક્લેરેસીલ, એ હજુયે યાદ છે મને

ને સાયકલ થી સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ, હજુયે યાદ છે મને
ને પછીથી સાંપડી હતી સેન્ડલોની હીલ, એ હજુયે યાદ છે મને

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં, હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ, એ હજુયે યાદ છે મને

ને મીલવવી હતી આખથી આખડી મારે, એ હજુયે યાદ છે મને
ને બાંધી તે મારા હાથે રાખડી, એ હજુયે યાદ છે મને

source : Unknown.

Tribute to all software engineer

આજે એક ઈ-મેઈલ ની પ્રતિક્રુતિ આપ ની સમક્ષ રજુ કરી રહ્યો છુ . આ ક્રુતિ ના લગભગ દરેક વાક્યો સોફટવેર ઈજનેર ના જીવન ને લાગુ પડે છે .

કદાચ તમારા માટે આ એક રમુજી લેખ બની રહે પણ આ સોફ્ટવેર મા કામ કરતા ઈજનેરો ના જીવન ની કડવી વાસ્તવિકતા છે ...

A tribute to all Software Engineers !

Wo dekho ek Software engineer ja raha hai,

Zindagi se hara hua hai, Par "Bugs" se haar nahi maanta, Apne application ki ek ek line usne rati hui hai, par aaj kaun se rang ke moje pehne hain, ye nahi jaanta,

Din par din ek excel file banata ja raha hai Wo dekho ek Software engineer ja raha hai,

Das hazaar line ke code main error dhoond lete hain lekin, Majboor dost ki ankhon ki nami dikhayi nahi deti, PC pe hazaar windows khuli hain, Par dil ki khidki pe koi dastak sunayi nahi deti,

Satuday-Sunday nahata nahi, week days ko naha raha hai, Wo dekho ek Software engineer ja raha hai,

Coding karte karte pata hi nahi chala, Bugs ki priority kab maa-baap se high ho gayi, Kitabon mein gulab rakhne wala , cigerette ke dhuyen mein kho gaya, Dil ki zameen se armaanon ki vidayi ho gayi,

Weekends pe daroo pike jo jashn mana raha hai, Wo dekho ek Software engineer ja raha hai,

Maze lena ho toh isse pooch lo, "Salary Increment" ki party kab dila rahe ho, Hansi udana ho to pooch lo, "Onsite" kab ja rahe ho?

Wo dekho onsite se laute team-mate ki chocolates kha raha hai, Wo dekho ek Software engineer ja raha hai,

Kharche badh rahe hain, Baal kam ho rahe hain, KRA ki date aati nahi, Income Tax ke sitam ho rahe hain,

Lo phir se bus choot gayi, Auto se aa raha hai, Wo dekho ek Software engineer ja raha hai,

Pizza gale se nahi utarta, Toh "Coke" ke sahare nigal liya jata hai, Office ki "Thali" dekh munh hai bigadta, Maa ke hath ka wo khana baar baar yaad aata hai,

"Sprout bhel" bani hai phir bhi, free "Evening Snacks" kha raha hai, Wo dekho ek Software engineer ja raha hai,

Aapne ab tak lee hongi bahut si chutikiya, Software engg. ke jivan ka sach batati ye aakhri kuch panktiyan,

Hazaron ki tankhwah wala, company ki karodon ki jeb bharta hai, Software engg. wahi ban sakta hai, jo lohe ka jigar rakhta hai,
Nahi Bharega to company se Acc delete ho jayega

Hum log jee jee ke marte hain, zindagi hai kuch aisi, Ek fauj ki naukri, doosri software engg. ki, dono ek jaisi, Is kavita ka har shabd mere dil ki gehrayi se aa raha hai, Wo dekho ek Software engineer ja raha hai.

Effective Solution Of All Problems :::

Alt+Ctrl+Delete -> Shut Down